Video: જસદણમાં કોળી સમાજના રાજકારણમાં ગરમાવો, દેવજી ફતેપરાએ પ્રવીણ કોળીને આપ્યો જવાબ

રાજકોટ જિલ્લાના જસદણમાં કોળી સમાજના સ્નેહમિલન બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 2027ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા ચૂંટણી લડશે અને મંત્રી બનશે તેવા નિવેદન બાદ પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ફરી મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમણે પ્રવીણ કોળીને જવાબ આપતા કહ્યું કે કુંવરજી બાવળિયાએ ચૂંટણી લડવી કે નિવૃત્તિ લેવી તેનો નિર્ણય જસદણની જનતા કરશે. કોળી સમાજને રાજકીય અને સામાજિક રીતે આગળ લાવવામાં કુંવરજી બાવળિયાનું મોટું યોગદાન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ પાટીદાર સમાજની સરખામણીએ ભાજપમાં કોળી સમાજને પૂરતું મહત્ત્વ મળતું ન હોવાની નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત દેવજીભાઈ ફતેપરાએ પોતે પણ આગામી વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાજકીય ચર્ચા તેજ બની છે.
જાહેરાત








