Video: સુરેન્દ્રનગરના ટાવર ચોક વિસ્તારમાં શસ્ત્ર હુમલાના પ્રયાસ મામલે પોલીસની આકરી કાર્યવાહી, ખુદ એસપીની આગેવાનીમાં આરોપીઓના ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું

સોર્સ: gstv

ત્રણ દિવસ પૂર્વે ટાવર ચોક વિસ્તારમાં ખુલ્લેઆમ ઘાતક હથિયારો બતાવી આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે પોલીસે સકંજો કસી દીધો છે. આ મામલે અત્યાર સુધી પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓના મકાનોમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. આ સાથે જ તપાસમાં તેમના ઘરોના વીજ કનેક્શન પણ ગેરકાયદેસર હોવાનું ખૂલતા પીજીવીસીએલ વિભાગની મદદથી વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. પોલીસ પ્રશાસનની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત