Video: ડાકોરના રણછોડરાય મંદિરે બેસતા વર્ષ નિમિત્તે સદીઓ જૂની ૧૨૫ મણ અન્નકૂટ લૂંટવાની પરંપરા ઉજવાઈ

સોર્સ: gstv

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે બિરાજમાન શ્રી રણછોડરાયજીના મંદિરમાં બેસતા વર્ષના પવિત્ર દિવસે સવા સો મણ અન્નકૂટ લૂંટવાની સદીઓ જૂની અનન્ય પરંપરા ઉલ્લાસભેર ઉજવાઈ છે. મંદિર કમિટી અને સેવક સમુદાય દ્વારા ચોખા, બુંદી, ડ્રાયફ્રૂટ્સ અને વિવિધ વાનગીઓનો ૧૨૫ મણનો વિશાળ અન્નકૂટ તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત રીતે ૧૨૫ ગામોના દરબારોને નિમંત્રણ અપાય છે, જેઓ ગોમતી સ્નાન કરી મંદિરમાં પ્રવેશ કરીને ભક્તિભાવથી અન્નકૂટ લૂંટવાનો લહાવો લે છે. ધરતીપુત્રો અને ભક્તોમાં એવી ગાઢ માન્યતા છે કે આ પ્રસાદી ખેતરમાં નાખવાથી સમૃદ્ધિ વધે છે અને રોગ-દોષમાંથી મુક્તિ મળે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત