Video: દિવાળી પર્વને લઈ બજારો બાદ હવે બેંકોમાં ઉમટી ભારે ભીડ, વહેલી સવારથી ગ્રાહકોની લાંબી કતારો લાગી

સોર્સ: gstv

દિવાળી પર્વને લઈ લોકો રોકડ ઉપાડવા, સોના-ચાંદી માટે બેંક લોકર ઓપરેટ કરવા અને નવા ખાતા ખોલાવવા માટે મોટી સંખ્યામાં બેંકો પહોંચી રહ્યા છે. વેપારી વર્ગમાં પણ દિવાળી બોનસ અને કર્મચારીઓના પગારની ચુકવણી માટે ભારે ધસારો જોવા મળ્યો છે. બેંક ખુલવાના સમય પહેલા જ લોકો લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, જેના કારણે અનેક જગ્યાએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતો અને મહિલાઓને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંક કર્મચારીઓના જણાવ્યા મુજબ દર વર્ષે તહેવારોમાં આ પ્રકારની ભીડ જોવા મળે છે. હાલ ઓનલાઈન વ્યવહારો વધ્યા હોવા છતાં બજારમાં રોકડની માંગ યથાવત રહી છે. ગ્રાહકોને સુવિધા મળી રહે તે માટે બેંક પ્રશાસન દ્વારા ટોકન સિસ્ટમ અને વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત