Video: આજે કાળી ચૌદસ.. હનુમાનજી અને શનિ મહારાજના મંદિરમાં ભક્તોની ભીડ

સોર્સ: gstv

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ વર્ષે શનિવારે જ કાળી ચૌદસનો મહાસંયોગ સર્જાતા આ દિવસનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી ગયું છે. આજે કાળી ચૌદસના પવિત્ર દિવસે સંકટમોચન હનુમાનજી, શનિદેવ અને કાળ ભૈરવની ખાસ ઉપાસના કરવાનો વિશેષ મહિમા છે..મહા પર્વ દિવાળીના તહેવારો વચ્ચે આજે કાળી ચૌદસ અને શનિવારનો દુર્લભ સંયોગ યોજાયો છે. શનિવાર અને કાળી ચૌદસ એક જ દિવસે આવતા સાધકો અને ભક્તો માટે આ દિવસ વિશેષ ફળદાયી બન્યો છે. આજના પવિત્ર દિવસે અમદાવાદના તમામ શનિદેવ અને હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું કીડીયારું ઉભરાયું છે.અમદાવાદના ઐતિહાસિક અને પ્રખ્યાત દૂધેશ્વર વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ શનિદેવને રીઝવવા અને તેમના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં પહોંચ્યા છે.

​(

આ સમાચાર શેર કરો

જાહેરાત