Video: લ્યો બોલો. ધોરણ 10 12 પાસ વાળી આંગણવાડીની ભરતી માટે ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ લોકોએ અરજી કરી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીમાં 368 જગ્યાઓ માટે 9000 કરતા પણ વધુ અરજીઓ આવી છે. આંગણવાડી શિક્ષક અને સહાયક માટે ધોરણ 10 અને 12 પાસની લાયકાત માંગવામાં આવી હતી પરંતુ મહત્વની બાબત એ છે કે ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ લોકોએ પણ અહીં અરજી કરી છે.. 368 જગ્યા માટે કોર્પોરેશનને 9000 કરતા પણ વધુ અરજીઓ મળી છે 5500 અને 10,000 ની પગાર ધોરણની આ નોકરી માટે અરજી કરવામાં આવી છે.. કમીટી ચેરમેનનાં જણાવ્યા મુજબ કુલ ૩૬૮ જગ્યાઓ માટે ૯,૧૪૩ અરજીઓ મળી હતી, જેમાં ચકાસણી બાદ ૬,૫૨૦ અરજીઓ માન્ય રાખવામાં આવી છે. આગામી ૯ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી દરમિયાન ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સ્ટાફની અછતને કારણે કેટલાક વિસ્તારોમાં આંગણવાડીઓ બંધ હોવાની ફરિયાદો મળી રહી છે, ત્યારે ભરતી પૂર્ણ થયા બાદ આંગણવાડીઓ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે
જાહેરાત






