Video: ગીરસોમનાથ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા માંગ

સોર્સ: gstv

ગીરસોમનાથ જિલ્લામાં સીઝન દરમિયાન ઓછો વરસાદ અને ત્યારબાદ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લોકસભા ઇન્ચાર્જ દેવેન્દ્ર સોલંકી અને જિલ્લા પ્રમુખ દિનેશ બાકુ સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અન્ય જિલ્લાઓની જેમ ગીરસોમનાથ જિલ્લાને પણ અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદથી અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે જ પશુઓ માટે ઘાસચારો અને વિશેષ રાહત પેકેજ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત