Video: સોના-ચાંદી બજારમાં ધનતેરસના પવિત્ર દિવસે ગણેશ-લક્ષ્મીજીના સિક્કાઓની ભારે માગ…ખરીદીનો અભૂતપૂર્વ ઉત્સાહ…

ધનતેરસના પર્વ પર અમદાવાદના મોટા મોટા જ્વેલર્સના શોરૂમની સાથે જ પરંપરાગત જ્વેલરી બજાર માણેક ચોકમાં પણ ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો... ધન તેરસના પર્વ પર લોકો પરંપરાગત શુકન જાળવી રાખીને ખાસ કરીને લક્ષ્મીજી અને ગણેશજીની છબી ધરાવતા સોના અને ચાંદીના સિક્કાઓની મોટા પ્રમાણમાં ખરીદી કરતા જોવા મળ્યા. જ્વેલરી બજારમાં સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી..સોનાના ભાવમાં વધ ઘટ છતાં લોકો સુરક્ષિત રોકાણ અને તહેવારની ઉજવણી માટે બુલિયન માર્કેટ તરફ આકર્ષાયા
જાહેરાત







