સનફાર્મા રોડથી ભાયલી તરફના બ્રિજના કામમાં ખર્ચ વધશે; નડતરરૂપ પાણીની લાઈન ખસેડવા અંદાજ કરતાં વધુ ભાવની દરખાસ્ત

સનફાર્મા રોડથી ભાયલી તરફના બ્રિજના કામમાં ખર્ચ વધશે; નડતરરૂપ પાણીની લાઈન ખસેડવા અંદાજ કરતાં વધુ ભાવની દરખાસ્ત
તસવીર: AI
આ સમાચાર સાંભળો

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા સનફાર્મા રોડથી ભાયલી તરફ નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્રિજના પાયામાં નડતરરૂપ બનતી પાણીની 700 એમએમ અને 500 એમએમ વ્યાસની લાઈન ખસેડવાની કામગીરી કરવામાં આવશે.

અંદાજ કરતાં 17 ટકા વધુ ભાવ

આ કામગીરી માટે રૂ.26,97,392ના અંદાજિત ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, પ્રથમ બે પ્રયત્નમાં સફળતા ન મળતાં ત્રીજા પ્રયત્ને બે ઇજારદારોએ રસ દાખવ્યો હતો. જેમાં ભાવેશકુમાર આર. પંડ્યાનું ભાવપત્રક અંદાજિત રકમ કરતાં 17 ટકા વધુ એટલે કે રૂ.31,55,949નું રજૂ થયું છે.

જાહેરાત

આમ, પાણીની લાઈન ખસેડવા માટે અંદાજ કરતાં રૂ.4,58,557 વધુ ખર્ચ થશે. જોકે, બજારભાવ અને એસ.ઓ.આર.ની સરખામણીમાં કોન્ટ્રાક્ટરનો ભાવ માત્ર 1.92 ટકા વધુ હોવાથી વ્યાજબી હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે. આ દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત