Video: અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની JITO મહિલા પાંખ સાથે બેઠક: SIR મુદ્દે વિશેષ સંવાદ કર્યો

અમદાવાદમાં યોજાયેલી આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મહિલા પાંખના સભ્યો સાથે એસઆઈઆર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ હંમેશાં લોકતંત્રને નબળું કરવાનું કામ કરે છે. જવાબદાર રાજકીય પક્ષ તરીકે સાચી હકીકતો લોકો સુધી પહોંચાડવી અમારી ફરજ છે અને સમાજના પ્રબુદ્ધ નાગરિકો યોગ્ય માહિતી આગળ ધપાવે તે એક અત્યંત પરિપક્વ તરીકો છે અને આજનો આ કાર્યક્રમ પણ તેના જ ભાગરૂપે યોજવામાં આવ્યો છે.
જાહેરાત






