Video: ડાંગના સાપુતારા-માલેગામ ઘાટમાં બ્રેક ફેસ થવાથી એસટી બસને નડ્યો ગંભીર અકસ્માત, ટેમ્પો સાથે અથડાઈને બસ ખાડામાં ખાબકી

નાસિક-સાપુતારા થઈને પાટણ જતી એસટી બસ ડાંગના ઘાટ વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક તેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. કાબૂ ગુમાવવાથી બસે આગળ જઈ રહેલા આયસર ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ટેમ્પો રોડની બાજુના વૃક્ષ સાથે અથડાયો હતો અને ટેમ્પો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, આ ભયાનક અકસ્માત વચ્ચે એસટી બસના ચાલકે દર્શાવેલી સૂઝબૂઝ અને સમયસૂચકતાના કારણે બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઘાયલ ચાલકને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત







