Video: ભરૂચના વાગરાના વડદલા પાસેથી દેશી તમંચા સાથે પરપ્રાંતીય ઝડપાયો: દહેજ પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી

દહેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેહાલી ચોકડી પાસે એક શખ્સ હથિયાર સાથે હોવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળે પહોંચીને તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો અને એક જીવતું કારતૂસ મળી આવ્યું હતું. પકડાયેલા શખ્સની ઓળખ ગૌતમકુમાર મંડલ તરીકે થઈ છે, જે હાલ વાગરાના વડદલા ખાતે રહે છે અને મૂળ બિહારના ભાગલપુરનો વતની છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે આ હથિયાર બિહારથી લાવ્યો હોવાનું કબૂલ્યું છે. પોલીસે આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
જાહેરાત








