Video: વિસનગરમાં નિવૃત્ત શિક્ષિકાનું પર્સ ચોરાયું: બેંકમાંથી 82 હજાર રૂપિયા ઉપાડીને જતી વખતે મોટરસાઈકલ સવાર તસ્કરે આતંક મચાવ્યો

સોર્સ: gstv

રેણુકાબેન અંબાલાલ નામના નિવૃત્ત શિક્ષિકા બેંકમાંથી 82 હજાર રૂપિયા રોકડા કાઢીને અન્ય એક બેંક તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગજબાજાર પાસે મોટરસાઇકલ સવાર અજાણ્યા શખ્સે નજર ચૂકવીને તેમના કાળા રંગના પર્સની ઉઠાંતરી કરી લીધી હતી. ચોરાયેલા આ પર્સમાં 82 હજાર રૂપિયા રોકડા ઉપરાંત બેંકની પાસબુક, ચેકબુક અને અન્ય અગત્યના દસ્તાવેજો પણ હતા. આ બનાવ અંગે ભોગ બનનાર નિવૃત્ત શિક્ષિકાએ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત