Video: અમદાવાદમાં બેંક ઓફ ઈન્ડિયાને બોમ્બથી ઉડાવવાની ધમકી, લાલદરવાજા ખાતે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી

સોર્સ: gstv

અમદાવાદમાં વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ભદ્ર પાસે આવેલા બેંકના બિલ્ડિંગમાં ધમકી મળતાં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. ધમકીને પગલે સંબંધિત એજન્સીઓ દ્વારા જરૂરી તપાસ અને સુરક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત