Video: રાજકોટમાં દિવાળી પર્વ પર ફાયર બ્રિગેડની ટીમ સજ્જ: ૬ કાયમી અને ૮ હંગામી ફાયર સ્ટેશન સ્ટેન્ડ ટૂ પર રખાયા

સોર્સ: gstv

રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં ૮ જેટલા હંગામી ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા છે, જેથી જરૂર પડે ઝડપથી મદદ પહોંચાડી શકાય. હાલમાં શહેરભરમાં ૬ કાયમી અને ૮ હંગામી એમ કુલ મળીને તમામ ફાયર સ્ટેશન સ્ટેન્ડ ટૂ રાખવામાં આવ્યા છે, જે ધનતેરસથી લઈને દિવાળીની આખી રાત સક્રિય રહેશે. છેલ્લા બે દિવસમાં જ ૫૦થી વધારે કોલ આવ્યા હોવાથી આજે સૌથી વધુ કોલ મળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરાઈ છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટર ઉપરાંત બાઇક ફાયર ફાઇટર અને મિની ફાયર ફાઇટર સાથે જવાનોને સજ્જ રાખવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત