Video: દિવાળીના પર્વ પર મંદિરોમાં ભક્તોની ભીડ જગતના નાથના દર્શન માટે શ્રદ્ધાળુ ઉમટ્યા

આજે પ્રકાશનાં પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના શુભ અવસરે અમદાવાદ શહેરના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે.. જગન્નાથ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જગતના નાથના દર્શન કરવા આવ્યા..આ પાવન અવસરે મંદિરોમાં ભગવાનને અત્યંત સુંદર અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો , જે દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જગન્નાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડીને ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિમય માહોલ અને ફટાકડાના અવાજથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
જાહેરાત








