Video: વીજ મિટરના ખોખા લઈને ખેડૂતો કચેરીએ પહોંચ્યા, 8 કલાક વીજળીની માંગ

બનાસકાંઠાના ધાનેરામાં ખેતી માટે નિયમિત વીજ પુરવઠાની માંગ સાથે ખેડૂતોએ વીજ વિભાગની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતો વીજ મીટરના ખોખા લઈને કચેરીએ પહોંચ્યા હતા અને અનિયમિત વીજ પુરવઠા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ, સરકારની જોગવાઈ પ્રમાણે ખેતી માટે દરરોજ 8 કલાક વીજળી મળવી જોઈએ, પરંતુ હાલમાં માત્ર 7 કલાક વીજ પુરવઠો મળી રહ્યો છે. આ ઉપરાંત વારંવાર વીજળી જતી રહેતી હોવાથી ખેતીનાં કામો અને ખાસ કરીને સિંચાઈની કામગીરીને અસર થઈ રહી છે. ખેડૂતોએ દરરોજ 8 કલાક નિયમિત અને અવિરત વીજળી આપવાની માંગ કરી છે.
જાહેરાત






