Video: વડોદરાની બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા સહિત ત્રણ બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર એક્શનમાં

સોર્સ: gstv

વડોદરા શહેરમાં દિવાળીના તહેવાર ટાણે જ 3 બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઇલ મળી.... ધમકી મળતી બેંકોમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા ( અને બેંક ઓફ ઇન્ડિયા સહિતની બેંકોનો સમાવેશ થાય છે. તહેવારોના માહોલ વચ્ચે આ પ્રકારે બોમ્બની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક દોડતી થઈ ગઈ હતી અને બેંકોની બહાર તથા આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આ ઘટના અને સુરક્ષાના કારણોસર બેંકોમાં આવેલા ખાતેદારો અને ગ્રાહકો પણ અટવાયા હતા..તેમજ નારાજગી વ્યક્ત કરી હતી..

આ સમાચાર શેર કરો

જાહેરાત