Video: અમદાવાદના વસ્ત્રાપુરમાં ફાયર મોકડ્રિલ, રહેણાક સંકુલમાં આગની સ્થિતિ ઊભી કરી રેસ્ક્યૂ કરાયું

સોર્સ: gstv

અમદાવાદમાં દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને આગની સંભવિત ઘટનાઓ સામે લોકોને જાગૃત કરવા ફાયર મોકડ્રિલ યોજાઈ હતી. વસ્ત્રાપુરના કાસા વ્યોમા ખાતે યોજાયેલી આ મોકડ્રિલમાં 11 બ્લોક અને 500થી વધુ મકાનો ધરાવતા રહેણાક સંકુલને આવરી લેવામાં આવ્યું હતું. મોકડ્રિલ દરમિયાન D બ્લોકના સાતમા માળે આગ લાગી હોવાની સ્થિતિ ઊભી કરી સ્થાનિકોના રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને દિવાળીમાં ફટાકડા અને રોકેટના કારણે આગ લાગે તો કેવી રીતે બચાવ કરવો તે અંગે લોકોને સમજ આપવામાં આવી હતી. આ મોકડ્રિલમાં ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સની ટીમ જોડાઈ હતી. દિવાળીના તહેવારમાં નાગરિકો સાવચેતી રાખે અને કટોકટીની સ્થિતિમાં યોગ્ય પગલાં લઈ શકે તે આ આયોજનનો મુખ્ય હેતુ હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત