દિવાળી પહેલાં અદાણી CNGનો ભાવવધારો, 13 દિવસમાં બીજીવાર ઝટકો

દિવાળીના તહેવાર પહેલાં અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવતા વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયા 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે અદાણી CNGનો નવો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે અદાણી ગેસ દ્વારા માત્ર 13 દિવસના ટૂંકા ગાળામાં બીજીવાર CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સતત થઈ રહેલા ભાવવધારાથી CNG વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.
જાહેરાત
અદાણી CNGના ભાવવધારાની સીધી અસર રિક્ષાચાલકો, ટેક્સીચાલકો અને રોજિંદા CNG વાહનનો ઉપયોગ કરતા નાગરિકોના ખિસ્સા પર પડશે.
તહેવારોના સમયે અદાણી ગેસ દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારાને પગલે વાહનચાલકોના ખર્ચમાં વધારો થશે અને સામાન્ય પરિવારોનું બજેટ પણ ખોરવાઈ શકે છે.
જાહેરાત







