Video: દિવાળી-ધનતેરસની ખરીદીમાં દિલ્હી ચક્કાજામ! સાઉથ એક્સમાં વાહનોની લાંબી કતારો, દર્દી ભરેલી એમ્બ્યુલન્સ પણ ફસાઈ

સોર્સ: gstv

ધનતેરસ અને દિવાળીના તહેવારોને પગલે રાજધાની દિલ્હીના બજારોમાં ખરીદી કરવા માટે લોકોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ખરીદારો અને વાહનોના ભારે ધસારાને કારણે દક્ષિણ દિલ્હીના સાઉથ એક્સટેન્શન, લાજપત નગર અને તેની આસપાસના રિંગ રોડ વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કલાકો સુધી વાહનોના પૈડાં થંભી જતાં સામાન્ય રાહદારીઓ તેમજ નોકરીયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સાઉથ એક્સટેન્શન માર્કેટ પાસે ટ્રાફિક વચ્ચે સાયરન વગાડતી ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ લાંબો સમય સુધી ફસાઈ રહી હતી. રસ્તાઓ પર બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી જવાના કારણે એમ્બ્યુલન્સને આગળ વધવાની પણ જગ્યા મળી નહોતી.

જાહેરાત

બજારોમાં ખરીદારોની ભારે ભીડ અને પાર્કિંગની સમસ્યા

ધનતેરસના તહેવાર નિમિત્તે સોના-ચાંદીના દાગીના, વાસણો, ઈલેક્ટ્રોનિક્સ અને ઘર સજાવટની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો પરિવાર સાથે બજારોમાં પહોંચ્યા છે. સાઉથ એક્સ જેવા પોશ માર્કેટમાં પાર્કિંગની જગ્યાઓ સંપૂર્ણ ભરાઈ જતાં લોકોએ રસ્તા પર જ વાહનો પાર્ક કરવાનું શરૂ કર્યું હતું, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. દિલ્હી ટ્રાફિક પોલીસ રસ્તાઓ ક્લિયર કરાવવા સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ સતત વધી રહેલા વાહનોના ભારણ સામે ટ્રાફિક નિયંત્રણ મુશ્કેલ બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત