Video: નેલ્લોર અને નરસાપુરમ વચ્ચે આજે રાત્રે ત્રાટકશે વાવાઝોડું

આંધ્રપ્રદેશના વિજયવાડા અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડું મુરાસુ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે, જેના પગલે સમગ્ર રાજ્યનું પ્રશાસન હાઈ એલર્ટ પર મુકાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ અતિ ગંભીર ચક્રવાત આજે રાત્રે નેલ્લોર અને નરસાપુરમ વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન અને મુશળધાર વરસાદ સાથે ત્રાટકશે. વાવાઝોડાના પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને તટીય વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઈમરજન્સી સેવાઓ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને ખડેપગે રાખવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળી શકાય.
જાહેરાત






