Video: જમ્મુમાં સરકારી કામગીરી શરૂ

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરમાં દરબાર મૂવ બાદ શિયાળુ રાજધાની જમ્મુમાં સરકારી કામગીરીનો પ્રારંભ થયો છે. સરકારના પ્રથમ કાર્યદિવસે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ સ્થિત સિવિલ સચિવાલય પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરબાર મૂવની પરંપરા હેઠળ હવે સરકારી કચેરીઓ જમ્મુથી કાર્યરત થશે. મુખ્યમંત્રીની હાજરીમાં સિવિલ સચિવાલયમાં સરકારી કામગીરીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સુરક્ષા અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત