Video: SFIની અનિશ્ચિત ભૂખ હડતાળ

સોર્સ: gstv

કેરળના કોચીમાં શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટીમાં SFI દ્વારા અનિશ્ચિતકાળીન ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓને ફરીથી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાની માગ સાથે આ આંદોલન શરૂ કરાયું છે. SFIના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. માગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે. આ વિરોધના પગલે યુનિવર્સિટી પરિસરમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત