Video: મુઝફ્ફરપુરમાં નાળા નિર્માણ દરમિયાન PNG પાઇપલાઇનમાં વિસ્ફોટ, 1નું મોત અને 6 ઈજાગ્રસ્ત

સોર્સ: gstv

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં RCD વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા નાળાના નિર્માણ કાર્ય દરમિયાન ગંભીર લાલિયાવાડી અને દુર્ઘટના સામે આવી હતી . રોડ નિર્માણ કાર્ય વખતે જેસીબી વડે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ભૂગર્ભ PNG ગેસ પાઇપલાઇન અચાનક ક્ષતિગ્રસ્ત થતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક બ્લાસ્ટની ચપેટમાં આવવાથી એક કામદારનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા . ઘટના બની કે તુરંત જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો રાહત-બચાવ કામગીરી માટે દોડી આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . પ્રશાસને ગેસ પુરવઠો બંધ કરાવીને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા .

આ સમાચાર શેર કરો

જાહેરાત