Video: જમ્મુઃકાશ્મીરમાં ઘેરૂ બન્યું રાજકીય સંકટ

જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સંકટ ઘેરૂ બન્યું છે. નેશનલ કોન્ફરન્સના 25 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પાર્ટી નેતૃત્વને 14 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ધારાસભ્યોએ માંગણીઓ પૂરી નહીં થાય તો સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપી છે. મીડિયા અહેવાલો મુજબ, તેઓ રાજભવન જઈને સમર્થન પાછું ખેંચવાની ઔપચારિક જાહેરાત કરી શકે છે. ધારાસભ્યોએ મુખ્યમંત્રીના સલાહકાર નાસિર સોગામી અને 27 ઑક્ટોબરે થયેલા કેબિનેટ વિસ્તરણમાં બનાવવામાં આવેલા 4 નવા મંત્રીઓને હટાવવાની માંગ કરી છે. આ સાથે તેઓ મંત્રિમંડળમાં મોટા ફેરફારોની પણ માંગ કરી રહ્યા છે. સોગામી પર પાર્ટી નેતૃત્વને ગેરમાર્ગે દોરવાનો અને સંગઠનના કામકાજમાં દખલ કરવાનો આરોપ છે. બીજીબાજુ શ્રીનગરના સાંસદ આઘા સૈયદ રૂહુલ્લાહ મેંહદીએ પણ રાજીનામાની જાહેરાત કરી છે. રૂહુલ્લાહે કહ્યું છે કે તેઓ 3 નવેમ્બરે નેશનલ કોન્ફરન્સ અને લોકસભાની સભ્યતા, બંનેમાંથી ઔપચારિક રીતે રાજીનામું આપશે.






