Video: ઉત્તરાખંડ બદ્રિનાથ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ડિજિસીએએ દરેક ચોપરમાં બે પાયલટ ફરજિયાત બનાવ્યો, હેલિકોપ્ટર સંચાલકોએ વિરોધ નોંધાવ્યો

૩૦ ઓક્ટોબરે સર્જાયેલી ડાકિની દુર્ઘટનામાં છ લોકોનાં મૃત્યુ બાદ ડીજીસીએ દ્વારા સુરક્ષાના ભાગરૂપે હવે દરેક હેલિકોપ્ટરમાં બે પાયલટ હોવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. આ નવા નિયમ સામે વિરોધ નોંધાવતા હેલિકોપ્ટર સંચાલકોએ ડીજીસીએને સત્તાવાર પત્ર લખીને આ નિયમ તુરંત પાછો ખેંચવાની માંગ કરી છે. સંચાલકોએ ચેતવણી આપી છે કે જો આ નિયમમાં ફેરફાર નહીં કરવામાં આવે તો તેઓ આગામી ૨ નવેમ્બરથી રાજ્યમાં તમામ હેલિકોપ્ટર સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેશે, જેના કારણે ચારધામ યાત્રા અને પર્યટન સેવાઓ પર મોટી અસર પડી શકે છે.
જાહેરાત







