Video: અમિત શાહે રાહુલ ગાંધીની રેલીને 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિતોના ઘા પર મીઠું ભભરાવવા સમાન ગણાવી

સોર્સ: gstv

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 1984ના શીખ વિરોધી રમખાણોની વરસી પર દિલ્હીમાં યોજાયેલી રાહુલ ગાંધીની રેલીને લઈને આકરા પ્રહારો કર્યા છે. ચંદીગઢમાં રૂપિયા 258 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સંબોધન કરતા શાહે કહ્યું કે એક નવેમ્બરે રામલીલા મેદાનમાં રેલી યોજવી રમખાણોના પીડિતોના ઘા પર મીઠું ભભરાવવા સમાન છે. તેમણે રાહુલ ગાંધીની રેલીને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે આવા કાળા દિવસે રેલી યોજવાથી વિપક્ષની માનસિકતા છતી થાય છે. શાહે કટાક્ષ કર્યો કે રાહુલ ગાંધી આખી જિંદગી પ્રતીકાત્મક સંસદમાં બેસી રહે તો પણ તેમનો નંબર ક્યારેય નહીં આવે. તેમણે વિપક્ષ પર જૂઠું બોલવા, અરાજકતા ફેલાવવા અને સંસદની કામગીરી ખોરવવાના આક્ષેપો પણ કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત