Video: ચંડીગઢ પોલીસનો ડાયમંડ જ્યુબિલી સમારોહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચંડીગઢ પોલીસના ડાયમંડ જ્યુબિલી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ લાઇન્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચંડીગઢ પોલીસને રાષ્ટ્રપતિનું પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટ્સ કલર’ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહે વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચંડીગઢ પોલીસની 60 વર્ષની સફરની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાહેરાત






