મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દહેરાદૂનમાં વરસાદ વચ્ચે કરવા ચોથમંદિરોમાં મહિલાઓએ કરી પૂજા

સોર્સ: gstv

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ વચ્ચે પણ પરિણિત મહિલાઓમાં કરવા ચોથ પર્વનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો. મુસળધાર વરસાદની વચ્ચે મહિલાઓ છત્રીઓ અને રેઈનકોટના સહારે સ્થાનિક મંદિરોમાં પહોંચી હતી અને કરવા ચોથની પરંપરાગત પૂજા-અર્ચના કરી હતી. ખરાબ હવામાન અને સતત વરસી રહેલા વરસાદ છતાં મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે નિર્જળા વ્રત રાખીને શ્રદ્ધાપૂર્વક વિધિવિધાન પૂર્ણ કર્યા હતા. વરસાદી વાતાવરણના કારણે માર્ગો પર પાણી ભરાયા હતા, પરંતુ મહિલાઓની આસ્થા આગળ હવામાનનો મિજાજ પણ ફિક્કો પડી ગયો હતો.

આ સમાચાર શેર કરો