Video: દિલ્હીમાં દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને લઈને ટ્રાફિક પોલીસ એક્શનમાં

સોર્સ: gstv

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા તંત્ર સક્રિય બન્યું છે. દિલ્હી ટ્રાફિક પોલીસનાં DCP શ્વેતા સિંહ ચૌહાણે શાહદરા રેલવે સ્ટેશનની મુલાકાત લઈ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. શાહદરા અને આનંદ વિહાર રેલવે સ્ટેશન, આનંદ વિહાર ISBT તેમજ બજાર વિસ્તારોમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે. તહેવારો દરમિયાન મુસાફરોની અવરજવર સરળ રહે તે માટે વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા પડોશી રાજ્યો સાથે પણ સંકલન બેઠક યોજવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત