Video: સુરત: દાંતમાં દુખાવાની ફરિયાદ બાદ નારાયણ સાંઈને પોલીસ બંદોબસ્ત સાથે સિવિલ હોસ્પિટલ લવાયા

દુષ્કર્મના ગુનામાં સુરતની લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દુષ્કર્મી નારાયણ સાઈને આજે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. નારાયણ સાઈને અચાનક દાંતમાં અસહ્ય દુખાવો ઉપડતા જેલ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાંતના વિભાગમાં તબીબો દ્વારા તેની પ્રાથમિક તપાસ અને સારવાર હાથ ધરવામાં આવી છે. કેદીને હોસ્પિટલ લાવવામાં આવતા જ પરિસરમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દેવામાં આવી હતી. સારવાર પૂર્ણ થયા બાદ તેને પુનઃ કડક સુરક્ષા વચ્ચે લાજપોર જેલ તરફ રવાના કરવામાં આવશે.
જાહેરાત






