Video: ઈંટના ભઠ્ઠા પર મજૂરની હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના માંડણપુરા ગામની સીમમાં આવેલા ઈંટના ભઠ્ઠા પર મજૂરની હત્યાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના પવનકુમાર ઉર્ફે કમાન્ડર રામપ્રસાદની પટ્ટાથી ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી. 1 નવેમ્બરની રાત્રે મૃતક અને આરોપી ભોલેરામ બબલુ ચૌહાણ વચ્ચે કેનાલ પાસે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા આરોપીએ પોતાના પેન્ટના પટ્ટાથી પવનકુમારની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં ભઠ્ઠાના માલિક અને અન્ય મજૂરોએ તપાસ કરી હતી, જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.
જાહેરાત





