Video: અમદાવાદમાં નવી બનનારી તમામ સરકારી ઇમારતો પર લાગશે સોલાર.. એએમસી નું સૂત્ર -સોલાર નહી તો બીયુ નહીં..

રાજ્યમાં વીજ સંકટ જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં સોલાર સિસ્ટમ પર ભાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. કોઈપણ સરકારી બિલ્ડીંગ બનશે તેમાં સોલાર સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે જો નવી તૈયાર થનારી સરકારી બિલ્ડીંગ માં સોલાર સિસ્ટમ નહીં હોય તો બી યું આપવામાં આવશે નહીં... હાલ તો સરકારી ઇમારતો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં ખાનગી એકમો માટે પણ તે લાગુ કરવાનો વિચાર થઈ રહ્યો છે Amc ની વિવિધ ઇમારતોમાં મોટા પાયે વિજબીલ આવે છે ત્યારે આ ખર્ચ ઘટાડવા માટે એએમસી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ધીરે ધીરે તેની ઇમારતોમાં સોલાર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જોકે આ કામગીરીમાં હજુ જોઈએ તેટલી ગતિ આવી નથી કોર્પોરેશનની 900 થી વધુ છે જેમાંથી માત્ર 233 જેટલી જ ઇમારતોમાં તોલા કાર્યરત થઈ શકે છે એટલે કે જૂની ઇમારતો દે સોલાર થી સજ કરવા માટે દિલ્હી દૂર છે જૂની ઇમારતોમાં સોલાર ક્યારે લાગશે તે તો ખબર નથી પરંતુ નવી તૈયાર થનારી સરકારી ઇમારતો માટે તે ફરજિયાત કરી દેવાયું છે ધાર્મિક એકમોને પણ સોલાર સિસ્ટમ થી સજ્જ કરવામાં આવી રહી છે જે અંતર્ગત amc ને અત્યાર સુધીમાં શહેરની ૩૪૫ ધાર્મિક સંસ્થાઓ તરફથી સોલાર પેનલ માટે અરજીઓ મળી હતીજેમાંથી ૨૦૦ ધાર્મિક સંસ્થાઓમાં સફળતાપૂર્વક સોલાર પેનલ લગાવી દેવામાં આવી છે.જ્યારે બાકી રહેલી ૧૪૫ ધાર્મિક સંસ્થાઓમાં પણ ટૂંક સમયમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.








