Video: રાજકોટ લોધીકા સંઘમાં ચેરમેન પદની વરણી ભાજપના જૂથવાદે અટકાવી

સોર્સ: gstv

રાજકોટ લોધીકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી ડિરેક્ટરો ચૂંટાયાને બે મહિના વીતવા છતાં ૩૦૦ કરોડના માતબર ફંડ અને કરોડોના વહીવટના કારણે ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણને લીધે હજુ અદ્ધરતાલ છે. સહકારી આગેવાન જયેશ રાદડિયા પાસે ૧૦ થી ૧૧ ડિરેક્ટરોનું મજબૂત સંખ્યાબળ હોવા છતાં સંગઠન નમતું જોખવા તૈયાર નથી, જેને લીધે નીતિન ઢાકેચા, સંજય અમરેલીયા અને બાબુભાઈ નસીત જેવા સંભવિત નામો વચ્ચે દિવાળી પછી પણ વરણી અશક્ય જણાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત