Video: ભુજના સ્મૃતિવન ખાતે ૫૧ હજાર દીવડાઓ પ્રગટાવી યોજાયો ભવ્ય દીપોત્સવ, દિવંગતોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

સોર્સ: gstv

કચ્છના ભૂજ પાસે આવેલા ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવન ખાતે ધનતેરસના પાવન પર્વે છેલ્લા પાંચ વર્ષથી યોજાતી ભવ્ય દીપોત્સવની પરંપરા આ વર્ષે પણ યોજાઈ. વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી ૫૧ હજાર દીવડાઓ પ્રગટાવી વિકસિત ભારતના સંકલ્પ સાથે આ ઉજવણી કરવામાં આવી હતી. . સમગ્ર ભુજ શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોએ એકત્રિત થઈ ભૂકંપમાં અકાળે અવસાન પામેલા સ્વજનોની યાદમાં દીપ પ્રગટાવીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ભવ્ય દીપોત્સવે સમગ્ર ભુજ શહેરમાં એક દિવ્ય અને ભાવુક માહોલ સર્જ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત