Video: રાજકોટના વડ વાજડી ઇશ્વરીયા રોડ પર નમકીનના ગોડાઉનમાં ભીષણ આગ: ફાયર ટીમે મેળવ્યો કાબુ

સોર્સ: gstv

રાજકોટના વડ વાજડી ઇશ્વરીયા રોડ પર આવેલી નમકીન ફેક્ટરીના જૂના વેરહાઉસમાં અચાનક આગ લાગવાની આ ઘટના બની હતી. ગોડાઉનમાં રહેલા જૂના કલરના માલસામાનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડ તેમજ મેટોડા ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત