Video: રાજકોટમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી: સ્વામિનારાયણ મંદિરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા સામૂહિક ચોપડા પૂજન કરાયું

રાજકોટના સ્વામિનારાયણ મંદિરે યોજાયેલા આ સામૂહિક ચોપડા પૂજનમાં વેપારી વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજના આધુનિક યુગમાં પરંપરાની સાથે ટેકનોલોજીનો સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં ચોપડાની સાથોસાથ લેપટોપની પણ વિશેષ પૂજા કરવામાં આવી હતી. નવા વર્ષના પ્રારંભે ધંધા-રોજગારમાં બરકત રહે તેવી શુભકામનાઓ સાથે વેપારીઓએ સામૂહિક રીતે લક્ષ્મીજીનું પૂજન કર્યું. સંપ્રદાયના સંતોએ ઉપસ્થિત તમામ વેપારીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને નવું વર્ષ આર્થિક સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરી હતી.
જાહેરાત






