Video: ખેડામાં વર્ષો જૂની અનોખી પરંપરા, બેસતા વર્ષ નિમિત્તે રમાઈ દારૂખાનાની કોઠીઓની લડાઈ

સોર્સ: gstv

ખેડા નગરમાં વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ બેસતા વર્ષ અને ભાઈબીજના પર્વ નિમિત્તે પરા દરવાજા વિસ્તારમાં દારૂખાનાની કોઠીઓની લડાઈની રોમાંચક રમત યોજાઈ હતી. આ અનોખી રમતમાં માટીની બનાવેલી ખાસ કોઠીઓમાં દારૂખાનું ભરીને બે ટીમો સામસામે આવી હતી અને ખેલાડીઓ પોતાના કપડાં ભીનાં કરીને ઉત્સાહભેર મેદાનમાં ઉતર્યા હતા. સ્થાનિક કુંભારો દ્વારા બનાવવામાં આવતી માટીની કોઠીઓ અને વસો ગામથી લાવવામાં આવતા દારૂખાના સાથે રમાતી આ રમત ખેડાની આગવી ઓળખ બની ચૂકી છે. રમત દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તટસ્થ વ્યક્તિઓની મધ્યસ્થી હેઠળ નિયમોનું પાલન કરીને આ મુકાબલો ખેલદિલીથી રમવામાં આવે છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના લોકો મોટી સંખ્યામાં આ પરંપરાગત રમતમાં જોડાઈને પર્વની ઉજવણી કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત