Video: રાજકોટમાં કારમાં આગ

સોર્સ: gstv

રાજકોટના ગોંડલ રોડ નજીક સત્યવિજય પટેલ આઈસ્ક્રીમ પાસે ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કારમાં આગ લાગવાથી થોડીવાર માટે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, બનાવ બનતા જ ચાલક સહિતના તમામ લોકો સમયસૂચકતા વાપરી તુરંત કારમાંથી નીચે ઉતરી ગયા હતા, જેથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત