Video: ડાકોરમાં શ્રીજીએ ધારણ કર્યો વેપારીનો અવતાર,ભક્તોને ભવ્ય 'હાટડી' દર્શન કરાવ્યા

દિવાળીના પાવન પર્વે યાત્રાધામ ડાકોરમાં કાળિયા ઠાકોરે 'વેપારી'નો અદભુત અવતાર ધારણ કર્યો હતો, જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર ભગવાન શ્રીજી સોનાના ત્રાજવે શાકભાજી, ફ્રૂટ્સ અને સૂકા મેવા વેચતા હોય તેવો ભાવ પ્રદાન કરે છે. આ પ્રસંગે રાત્રે યોજાયેલી ભવ્ય 'હાટડી' દર્શનમાં શ્રીજીને કુમકુમ તિલક કરી અલંકારિક આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા. હજારો ભાવિક ભક્તોએ ભગવાનના ચોપડે પોતાની હૂંડી અર્પણ કરી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા હતા. દિવાળી નિમિત્તે સમગ્ર રણછોડરાય મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું
જાહેરાત







