Video: સુરેન્દ્રનગરના કરણગઢના પ્રખ્યાત લીલા ચણાની બજારમાં ધમાકેદાર આવક શરૂ, પ્રથમ તબક્કામાં કિલોના 400 રૂપિયા ભાવ બોલાયા

સુરેન્દ્રનગરના કરણગઢના આ વિશિષ્ટ ચણાની માંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ મુંબઈ અને બેંગ્લોર જેવા મહાનગરો સુધી સપ્લાય થઈ રહી છે. સિઝનના પ્રથમ તબક્કામાં જ પ્રતિ કિલો 400 રૂપિયા જેટલા ઊંચા ભાવ બોલાયા છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે ભાવમાં જબરદસ્ત વધારો હોવા છતાં ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખરીદી માટે અગાઉથી બુકિંગ કરાવીને વેઇટિંગ કરવું પડે તેવી અનોખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ખેડૂતોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે
જાહેરાત







