Video: ગાંધીનગરમાં જમીન હડપવાના કેસમાં SIT રચવા કોંગ્રેસની માગ

સોર્સ: gstv

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગાંધીનગરમાં પોલીસ પ્રશાસન અને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.તેમણે આક્ષેપ કર્યો કે પ્રજાની રક્ષક પોલીસ જ ભક્ષક બનીને આઈજી કક્ષાના અધિકારીઓની સૂચનાથી સામાન્ય લોકોની કરોડોની જમીનો પાણીના ભાવે હડપવાનું કૌભાંડ ચલાવી રહી છે.પીડિત ઠાકોર પરિવારને ધમકાવીને ખોટી FIR કરવામાં આવી હોવાનું જણાવી તેમણે ભાજપના નેતાઓની મિલીભગતનો દાવો કર્યો હતો.અને અમિત ચાવડાએ આ કેસમાં તટસ્થ તપાસ માટે તુરંત SIT રચવાની માગ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત