Video: ઉત્તરાખંડ ગંગોત્રી નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત; સુરતના પરિવારની કાર ગંગા નદીમાં ખાબકતા ચાર લોકોના મોત.

સોર્સ: gstv

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ચારધામની યાત્રાએ ગયેલા સુરતના અશોક પટેલનો પરિવાર ગંભીર અકસ્માતનો ભોગ બન્યો છે, જ્યાં તેમની કાર બેકાબૂ બની ગંગા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અશોક પટેલ અને તેમની પુત્રી ઋતિકા સહિત ચાર લોકોનાં મૃત્યુના મોત થયા જ્યારે ૧૭ વર્ષીય પુત્ર વેદાંત ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર પ્રશાંત આર્યના નિર્દેશો અનુસાર તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આ કરૂણ ઘટનાથી સુરતમાં રહેતા પરિવાર અને સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત