Video: સાબરકાંઠાના હિંમતનગરની આકોદરા એનિમલ હોસ્ટેલમાં આગ લાગતા દસથી વધુ પશુઓ દાઝ્યા

સાબરકાંઠાના હિંમતનગર સ્થિત આકોદરા એનિમલ હોસ્ટેલમાં અચાનક આગ લાગવાની એક ગંભીર ઘટના સામે આવી છે. સરકારી એનિમલ હોસ્ટેલમાં ભીષણ આગ ફાટી નીકળતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં દસ કરતા વધુ મૂંગા પશુઓ આગની લપેટમાં આવીને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ, આગમાં દાઝી ગયેલા પશુઓને ત્વરિત તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
જાહેરાત






