Video: ઉપલેટામાં રસ્તા પર ધૂળની ડમરીઓથી સ્થાનિકોને હાલાકી

સોર્સ: gstv

ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો અને શેરીઓમાં દિવાળીના તહેવાર બાદ ધૂળની ડમરીઓ ઉડવાની સમસ્યા સતત વકરી રહી છે. રસ્તાઓ પર ઉડતી આ ધૂળના કારણે જાણે ગાઢ ધુમ્મસ છવાયું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જેથી વાહનચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી રહી છે. આ વિકટ પરિસ્થિતિના કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં સતત ઉડતી ધૂળને લીધે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં શ્વાસ લેવાની તકલીફ તેમજ આંખોમાં બળતરા જેવી આરોગ્યલક્ષી ફરિયાદોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ ગંભીર સમસ્યા સામે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરીને કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત