Video: નૂતન વર્ષે ગરબાડા અને ગાંગરડીમાં ગાય ગોહરીનો ઉત્સવ, દોડતા પશુઓ નીચે દંડવત સુઈ ખેડૂતોએ કરી ઉજવણી

દાહોદ જિલ્લાના ગરબાડા, ગાંગરડી સહિતના વિસ્તારોમાં નૂતન વર્ષના દિવસે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ગાય ગોહરીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખા ઉત્સવમાં પશુધનને મોરપીંછ, ફુગ્ગા, કલર અને મહેંદીથી શણગારી પૂજા-અર્ચના કર્યા બાદ ઢોલ-નગારા અને ફટાકડાના તાલ સાથે દોડાવવામાં આવે છે. ખેડૂતો દોડતા ગાયોના ધણ નીચે દંડવત સુઈ જાય છે. આ દિલધડક નજારો નિહાળવા દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
જાહેરાત








