Video: પોરબંદરના મહાલક્ષ્મીજીના મંદિરે દિવાળીના પર્વે ભક્તોનો ભારે ધસારો

સોર્સ: gstv

પોરબંદરના આસ્થાના કેન્દ્ર સમાન મહાલક્ષ્મીજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચલણી નોટોના શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દિવાળીના દિવસે આ પૌરાણિક મંદિરે માતાજીનાં દર્શન કરવાનો વિશેષ મહિમા હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરે દર્શનાર્થે આવેલા ભાવિકોએ ચલણી નોટોના અનોખા શણગાર અને મંદિર ટ્રસ્ટના આયોજનની પ્રશંસા કરી હતી. ભક્તોના જણાવ્યા મુજબ દર વર્ષે દિવાળીના પર્વે તેઓ ખાસ માતાજીનાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત