Video: અમદાવાદમાં ધનતેરસે લક્ષ્મી મંદિરોમાં મા ના દર્શનાર્થે ભક્તોની ભીડ

સોર્સ: gstv

ધનતેરસ અને શુક્રવારના શુભ સંયોગ સાથે જ આજે સમગ્ર અમદાવાદ શહેર ઉત્સવમય વાતાવરણ અને લક્ષ્મીજીની ભક્તિમાં લીન બન્યું છે. શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ ગણાતો હોવાથી આજના પર્વનું મહત્ત્વ બમણું થઈ ગયું છે, જેને પગલે શહેરના તમામ લક્ષ્મી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ભારે મહેરામણ ઊમટી પડ્યું છે. માતાજીના આશીર્વાદ અને કૃપા મેળવવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા પ્રાચીન શ્રી લક્ષ્મીજી મંદિરમાં તો વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યાં સમગ્ર મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ સાથે ભક્તિસભર માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત