Video: યુક્રેન ડિટેન્શન સેન્ટરમાં બંધ મોરબીના સાહિલને પરત લાવવા પરિવારે કરી અપીલ

મોરબીના સાહિલ મજોઠી જે છેલ્લા ૧૩ મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં બંધ હતા, તેમના પરિવારે નવી દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ દીપા જોસેફની યુક્રેન મુલાકાત દરમિયાન સાહિલ સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી હતી. સાહિલના પરિવારે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને હાથ જોડીને તેને વહેલી તકે ભારત પરત લાવવા અપીલ કરી છે. ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આ બાબતે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે અને તેમણે યુક્રેન સરકારને એક ખાસ ઈમેલ મોકલીને સાહિલને ભારત સુરક્ષિત પાછા લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જાહેરાત







